વડીલોને આ જગ્યાએ લઈ જાઓ ફરવા, મમ્મી-પપ્પા, દાદા-દાદી, નાના-નાની, સાસુ-સસરા બધા થશે જશે ખુશખુશાલ!
Best Tourist Places For Senior Citizens: તમે હવે રિટાયર થઈ ગયા છો અથવા તમારી પાસે ફરવાની તક છે તો આપ વર્ષમાં કમસેકમ એક વખત ટ્રિપ પ્લાન કરી શકો છો. ભારતમાં એવી અનેક જગ્યાઓ છે જ્યાં મોટી ઉંમરના લોકો બજેટમાં ફરવા જઈ શકે છે. આ છે વરિષ્ઠ નાગરીકો માટે સુંદર પર્યટન સ્થળ...
Trending Photos
Best Tourist Places For Senior Citizens: ભારત વિવિધતાઓનો દેશ છે. ભારતમાં ફરવા માટે અનેક પર્યટન સ્થળ છે. પહોડીથી લઈને સમુદ્ર તટ, ધાર્મિક સ્થળથી લઈને એડ્વેન્ચર માટે જગ્યાઓ, જંગલોથી લઈને નદીઓ સુધી બધુ જ અહીં જોવા મળે છે. મોટા ભાગે લોકોને અહીં ફરવાનો શોખ હોય છે. યુવા વર્ગ ગમે તેમ કરીને ફરવાના શોખને પૂરો કરે છે. પરંતુ વધુ ઉંમરના લોકો નોકરી, કરિયર, રૂપિયાની બચત માટે અને પરિવાર સંભાળવામાં જ પોતાના શોખથી દૂર થઈ જાય છે. એટલા માટે જ કેટલાક લોકો પોતાના ફરવાના શોખને ક્યારેય પૂરા નથી કરી શક્તા. પરંતુ જો તમે હવે રિટાયર થઈ ગયા છો અથવા તમારી પાસે ફરવાની તક છે તો આપ વર્ષમાં કમસેકમ એક વખત ટ્રિપ પ્લાન કરી શકો છો. ભારતમાં એવી અનેક જગ્યાઓ છે જ્યાં મોટી ઉંમરના લોકો બજેટમાં ફરવા જઈ શકે છે. આ છે વરિષ્ઠ નાગરીકો માટે સુંદર પર્યટન સ્થળ
જયપુર-
રાજસ્થાનના અનેક શહેર ફરવા માટે બેસ્ટ છે. મોટી ઉંમરના લોકોને ફરવા માટે જયપુર શહેર બેસ્ટ છે. અહીં આપને અનેક સુંદર ઐતિહાસિક સ્થળ, મહેલ જોવા મળી જશે. લઝીઝ ઝાયકેદાર ખાવાનો સ્વાદ લઈ શકો છો. સાથે જ જયપુરની લોકલ માર્કેટ લેડીઝને જરૂરથી પસંદ આવશે. આહીના લોકગીત સાંભળીને દાદી નાનીને મજા પડી જશે. જયપુર ફરવા માટે સૌથી બેસ્ટ સમય નવેમ્બર મહિનો છે.
ઋષિકેશ-
દાદા-દાદી, નાના-નાની અથવા રિટાયર થઈ ગયેલા લોકો જો ફરવાનો પ્લાન તૈયાર કરી રહ્યાં છે તેઓ ઋષિકેશ જઈ શકે છે. ઋષિકેશમાં તેમને આધ્યાત્મ, શાંત માહોલ વચ્ચે સૂકુનથી સમય વીતાવવા મળશે. અહીં અનેક મંદિર, ગંગા કિનારો, સવાર-સાંજની ગંગા આરતી, કિનારે યોગાભ્યાસ કરતા યોગી, સુંદર પહાડી, ખળ ખળ વહેતા ઝરણા જોવા મળશે.
કુર્ગ-
દાદા-નાના માટે દક્ષિણ ભારત પર્યટન સ્થળ તરીકે સારો વિકલ્પ છે. મોટી ઉંમરના લોકો કર્ણાટકના કુર્ગમાં ફરવા જઈ શકે છે. લીલા પહાડોની વચ્ચે કુર્ગ એક સુંદર પર્યટન સ્થળ છે. તેની સુંદરતાના કારણે તે ભારતનું સ્કૉટલેન્ડ પણ કહેવાય છે. પક્ષીઓનો અવાજ તેમજ ઝરણાના અવાજથી પર્યટકો પ્રકૃતિ સાથે જોડાય છે. અહીં ઘરડા લોકોને સૂકુન મળશે.
વારાણસી-
મોટા ભાગે દાદી નાની ફરવા માટે ધાર્મિક સ્થળ પર જતા હોય છે. ભારતમાં અનેક ધાર્મિક સ્થળ છે. જ્યાં દર્શનની સાથે સાથે ફરવા માટે અનેક જગ્યાઓ છે. જો કોઈ મોટી ઉંમરના લોકો ફરવા જવા ઈચ્છતા હોય તો ઉત્તર પ્રદેશના વારાણસીમાં જઈ શકે છે. અહીં કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન, ગંગા ઘાટ પર આરતી, અનેક પ્રસિદ્ધ મંદિર દર્શન માટે મળશે. ઓછા રૂપિયામાં દાદી નાની ફરવાની ઈચ્છા પૂરી કરી શક્શે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે